નવી દિલ્હી: દિલ્હીની એલએનજેપી હોસ્પિટલમાં એક મહિલા ડોક્ટર સાથે ગેરવર્તણૂંકનો મામલો સામે આવ્યો છે. દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈનના જણાવ્યાં મુજબ 25 વર્ષનો મોહમ્મદ આરિફ નામના વ્યક્તિએ મહિલા ડોક્ટર સાથે ગેરવર્તણૂક કરી છે. મોહમ્મદ આરિફ મરકઝ સાથે જોડાયેલો છે. આ મામલો ગઈ કાલે સાંજે 5:20 વાગ્યાનો છે. હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટર એસોસિએશને આ અંગે હોસ્પિટલ પ્રશાસનને પત્ર લખ્યો છે અને કાર્યવાહીની માગણી કરી છે. દિલ્હી સરકારનું કહેવું છે કે આ અંગે પોલીસને સૂચના આપી દેવાઈ છે અને પોલીસ કાર્યવાહી કરી રહી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લોકડાઉન 2.0: સરકારની કડક ગાઈડલાઈન, જાણો શું રહેશે ચાલુ અને શું બંધ...કોને મળશે છૂટછાટ


સ્વાસ્થ્ય મંત્રીના જણાવ્યાં મુજબ આ એસોલ્ટનો કેસ નથી. મહિલા સાથે અભદ્રતાનો મામલો છે. 25 વર્ષનો આરોપી કોરોનાનો દર્દી છે. પોલીસમાં કેસ દાખલ થઈ રહ્યો છે. હોસ્પિટલમાં સિક્યુરિટી વધારવામાં આવી રહી છે અને તેને વધુ કડક કરાશે. દિલ્હીમાં કોરોના અંગે સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે રેપિડ કિટ એક બે દિવસમાં કેન્દ્ર સરકાર પાસેથી મળી જવી જોઈએ. જેવી મળશે કે અમે તરત રેન્ડમ ટેસ્ટિંગ સ્ટાર્ટ કરી દઈશું. 


શું થૂંકની પોટલીઓ ફેંકીને કોરોના ફેલાવવાનું થઈ રહ્યું છે ભયંકર ષડયંત્ર?


નોંધનીય છે કે મરકઝના ગત મહિને થયેલા ધાર્મિક કાર્યક્રમના કારણે કોરોના વાયરસના કેસ વધી ગયા છે. તેનું આયોજન કરનારા મરકઝના મુખિયા મૌલાના સાદનો ક્વોરન્ટાઈન કાળ ખતમ થઈ ગયો છે. હવે દિલ્હી પોલીસ જલદી તેમની સામે કાર્યવાહી કરવાની તૈયારીમાં છે. મૌલાના સાદના કારણે તબલિગી જમાતના લોકોએ દેશના અલગ અલગ રાજ્યોમાં જઈને કોરોનાનું સંક્રમણ ફેલાવ્યું. 


જુઓ LIVE TV


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube